ગુજરાત
News of Friday, 3rd May 2019

હવે ચિકન અને ઈંડાના ભાવમાં થશે વધારો :મુરઘી ઉછેરના નવા નિયમો જાહેર

-રજીસ્ટ્રેશન કરાવવા સાથે પશુઓના ડોક્ટરની વ્યવસ્થા કરવી પડશે :સમયાંતરે સરકાર કરશે ચેકીંગ : પશુ ક્રુરતા નિયમ હેઠળ કાર્યવાહી થશે દંડ ફટકારાશે

અમદાવાદ ;હવે ચિકન અને ઈંડા મોંઘા થવાની શકયતા છે મુરઘી ઉછેર વેપાર ટૂંક સમયમાં જ પશુઓ પ્રતિ ક્રુરતા અધિનિયમ હેઠળ આવશે. મુરઘી પાલનને રેગ્યુલેટ કરવા માટે સરકારે તેના પર ડ્રાફ્ટ નિયમ જાહેર કર્યો છે. આ નિયમ પર તમામ સ્ટેકહોર્લ્ડને 1 મહિનામાં પોતાની સુચના જાહેર કરવાનું કહ્યું છે.

  નવો નિયમ જે તે રાજ્યને 31 ડિસેમ્બર સુધી નિયમ નોટિફાઇ કરવાનો રહેશે. સરકાર દ્વારા 1 જાન્યુઆરી 2020થી નવો નિયમ લાગુ કરવામાં આવશે. જે અંતર્ગત તમામ મુરઘી ઉછેરને રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત બનશે. જે પાંચ વર્ષ સુધીનું હશે, ત્યારબાદ ફરી રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. તો નિયમનો ભંગ કરવા પર પશુ ક્રુરતા નિયમ હેઠળ કાર્યવાહી અંતર્ગત દંડ ફટાકરવામાં આવશે.
નિયમ પ્રમાણે મુરઘા ઉછેલ માટે રજિસ્ટ્રેશન સમયે ફાર્મની સંપૂર્ણ જાણકારી આપવાની રહેશે. સમાયંતરે સરકાર દ્વારા ચેકિંગ પણ કરવામાં આવશે. ત્યારબાદથી 6-8 મુરઘી માટે 550 સ્ક્વેયર સેન્ટીમીટર જગ્યા રાખવી પડશે. તથા પશુઓના ડોક્ટરની વ્યવસ્થા કરવી પડશે અને એન્ટીબાયોટિક્સ પશુ ડોક્ટરની સલાહ પ્રમાણે આપવું પડશે. તથા મુરઘા ઉછેર કેન્દ્ર ચલાવતા શખ્તે આ તમામ બાબતનો રેકોર્ડ પણ રાખવો પડશે

(12:56 am IST)