ગુજરાત
News of Friday, 3rd May 2019

મોદી સમાજને ‘ચોર’ કહેતા રાહુલ ગાંધીને કોર્ટનું સમન્સ મોકલાશે : સુરત પશ્ચિમના ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કરી ફરિયાદ

સુરત:  કોગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સતત પ્રધાનમંત્રી નરેન્દ્ર ભાઈ મોદીને ‘ચોકીદાર ચોર હૈ’થી સંબોધન કરી રહ્યા હતા. જો કે તેમના આ શબ્દોએ વિવાદ સર્જયો છે. એક સભાને સંબોધતા તેમને તમામ મોદી ચોર હોવાનું કહ્યુ હતુ. જેને લઇને સુરતના પશ્રિમના ધારાસભ્ય પુર્ણેશ મોદીએ સુરત કોર્ટમા રાહુલ ગાંધી વિરુધ્ધ બદનક્ષીનો દાવો કર્યો હતો. 

 

રાહુલ ગાંધી સતત પોતાના ભાષણમા પ્રધાનમંત્રી મોદી પીએનબી બેંકના કૌભાંડી નિરવ મોદી અને લલિત મોદીના નામનો ઉલ્લેખ કરી તમામ મોદી ચોર હોવાનુ કહી રહ્યા છે. ત્યારે મોદી સમાજની લાગણી દુભાય છે. સતત થઇ રહેલા નિવેદનો સામે કોર્ટમા કરાયેલી અરજી સંદર્ભે સુરત જીલ્લા કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સમન્સ મોકલવામા આવ્યુ છે.

 

 રાહુલ ગાંધી ચુટાયેલા સાસંદ છે, જેથી તેમને સીધુ સમન્સ મોકલાય નહિ, તેથી લોકસભાના સ્પીકર મારફત આ સમન્સની મોકલવામાં આવશે.

(8:45 am IST)