સાબરકાંઠાના દેરોલ પાસે આગ લાગતા કાર સહિત કારચાલક ભસ્મીભુત
સાબરકાંઠાઃ સાબરકાંઠાના દેરોલ પાસે ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. પરંતુ કમનસીબે કાર ચાલક કારમાંથી નિકળવામાં નિષ્ફળ રહ્યો હતો. જેને લઈને ડ્રાઈવર કારમાં જ બળીને ખાખ થઈ ગયો હતો. જો કે આ ઘટનાને લઈ જોત જોતામાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. અને સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અને આગને કાબૂમાં લીધી હતી.
હજુ થોડા સમય પહેલા જ રાજકોટમાં મવડી ચોકડી નજીક આવેલી સંજીવની હોસ્પિટલ પાસે ચાલુ કારમાં અચાનક આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પરંતુ મોટી દુર્ઘટના ટળી હતી. જો કે ઘટનાસ્થળ પર હાજર લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જેથી ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગની ઘટનામાં કાર બળીને ખાખ થઈ ગઈ હતી.