News of Saturday, 3rd April 2021
રાજપીપળા સિવિલમાં દાખલ મહિલાને ઇમરજન્સીમાં લોહી આપી મિત ગ્રૂપના સભ્યએ માનવતા મહેકાવી
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપલા ના સેવાભાવિ મિત ગ્રુપ દ્વારા ચાલતા અભિયાન બ્લડ ડોનેશન માં ઈમરજન્સી માં ડેડીયાપાડા તાલુકાના ભબ્દા ગામના સેજલબેન ઘનશ્યામભાઇ વસાવા કે જેઓ રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં બીમાર અવસ્થામાં દાખલ હતા તેમનર B પોજેટિવ બ્લડ ની જરૂર પડતા મિતગ્રુપ ના સદસ્ય જતીનભાઈ એ બ્લડ ની સેવા આપી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે અને સેજલ બેન ની જિંદગી બચાવવા મદદરૂપ બન્યા છે. વર્ષોથી ચાલતી મિત ગ્રૂપની આ સેવાથી અત્યારસુધી હજારો લોકોને જીવતદાન મળ્યું હોય તે જાણી સેજલ બેનના પરિવારે મિત ગ્રૂપના સદસ્ય જતીનભાઈ સહિત ગ્રૂપનો આભાર વ્યક્ત કર્યો હતો
(9:12 am IST)