ગુજરાત
News of Wednesday, 3rd March 2021

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં વિશ્વ શ્રવણ દિવસ નિમિત્તે જિલ્લા એનસીડી સેલ દ્વારા કાર્યક્રમ યોજાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.૦૩-૦૩-૨૦૨૧ના રોજ "વિશ્વ શ્રવણ દિવસ" (World Hearing Day) નિમિત્તે જિલ્લામાં આવેલ સા.આ.કેન્દ્ર તેમજ જિલ્લા હોસ્પિટલ ખાતે આ વર્ષની થીમ "સૌના કાનની સંભાળ તપાસ તેમજ પુનર્વસન/સ્થાપન"(Hearing Care for all- Screening & Rehabilitation)થીમ અંતર્ગત સ્ક્રીનીંગ તેમજ કાનની સાર સંભાળ માટે આઈ.ઇ.સી પવૃત્તિ કરવામાં આવી હતી.સમગ્ર કાર્યક્રમનું આયોજન સી.એચ.સી એનસીડી ક્લિનિક તેમજ જિલ્લા એનસીડી સેલ,જનરલ હોસ્પિટલ રાજપીપળા દ્વારા કરવામાં આવ્યું હતું.

(10:51 pm IST)