ગુજરાત
News of Wednesday, 3rd March 2021

ડેડીયાપાડામાં વિચિત્ર ઘટના : ગટરની કુંડીમાં ઉતરેલા એક વ્યક્તિને બચાવવા ઉતરેલા બે વ્યક્તિઓ મળી ત્રણેયના મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ગટર સાફ કરવા જનાર એક વ્યક્તિ કુંડીમાં પડી ગયા બાદ અન્ય બે વ્યક્તિઓ પણ બચાવવા પડતા ત્રણેયના ઝેરી ગેસની અસર થી મોત થયા હતા.

  પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ખાતે રહેતા મનીશ ભાઈ રાજેશભાઇ વસાવાની ફરિયાદ મુજબ ગત તા. ૧ માર્ચના રોજ રાત્રીના 9.30 વાગે દેડીયાપાડા મેઇન બજારમાં તાલુકા પંચાયત કચેરીની નજીકમાં રોડ ઉપર આસરે ૧૦ ફુટ જેટલી ઉંડી કુંડી નુ ઢાંકણ ખોલવા ગયેલ રોહીત ભાઇ દાદુભાઇ વસાવા (ઉ.વ.રપ )નો પગ અચાનક ડાકો પડતા તેઓ અકસ્માતે ગટરની કુંડીમા પડી જઇ કોઇ ઝેરી ગેસની અસરના કારણે અથવા પાણીમાં પડી ડૂબી જવાથી બે ભાન થઇ ગયેલ તેમને બહાર કાઢવા માટે સાથેના સોમભાઇ નાનજી ભાઈ વસાવા (ઉ.વ ૪૮ )પણ કુંડીમાં અંદર ઉતરેલા અને તેઓ પણ અંદર બે ભાન થઇ જતા તેમને બહાર કાઢવા માટે ધર્મેશભાઇ સંજયભાઇ વસાવા (ઉ.વ ૨૭ )પણ કુંડીમાં ઉતરેલા અને તેઓ પણ ગટરની કુંડીમા બેભાન થઇ જતા તેમને બચાવવા માટે જીગ્નેશભાઇ સંજયભાઇ વસાવા(ઉ.વર૬ )અંદર ઉતરેલા તેવામા ત્યા આવી ગયેલા લોકોએ આ કુંડીમા પડી જઇ બેભાન થઇ ગયેલા માણસોને બહાર કાઢતા તે પૈકીના ધર્મેશભાઇ સંજયભાઇ વસાવા તથા રોહીતભાઇ દાદુભાઇ વસાવાને દેડીયાપાડા સરકારી દવાખાનામા લઈ જતા ડોક્ટર એ મૃત જાહેર કરેલ તથા દેડીયાપાડાથી વધુ સારવાર માટે રીફર કરેલ  સોમભાઇ નાનજીભાઇ વસાવાનું ડભોઇ નજીકના ભીલાપુર ગામ પાસે  રસ્તામાં મોત થતા કુલ ત્રણના મોત થયા હોય ડેડીયાપાડા પોલીસે અ. મોત દાખલ કરી છે.

(10:40 pm IST)