ગુજરાત
News of Wednesday, 3rd March 2021

સાગબારા માં અનુ.જનજાતિ ની યુવતીની ઈજ્જત લેવાનો પ્રયાસ કરનાર મુસ્લિમ યુવાન વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના સાગબારા ખાતે રહેતી તડવી સમાજની અનુ.જનજાતિની યુવતીની  ઈજ્જત લેવાનો પ્રયાસ કરનાર લઘુમતી કોમના યુવાન વિરુદ્ધ સાગબારા પો.સ્ટે.માં ફરિયાદ દાખલ થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાગબરમાં રહેતી તડવી સમાજની એક યુવતીની ફરિયાદ મુજબ ગામનો ઐય્યાન ઉર્ફે બબલુ સાદીકભાઈ મકરાણી નામનો યુવાન બદ ઈરાદાથી યુવતીના ઘરમાં ઘૂસી જઈ શારીરિક  છેડછાડ કરી "મેં જા રહા હું તું તું મેરે પીછે આઇયો"તેમ કહી ફરી.યુવતીની ઈજ્જત લેવાની કોશિશ કરતા ત્યાં ફરી.ના માતા અને ફોઈ આવી પડતા તેમને જોઇ આરોપી યુવક ત્યાંથી નાશી છૂટતા સાગબારા પોલીસે યુવતીની ફરિયાદના આધારે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરી છે

(10:30 pm IST)