ગુજરાત
News of Wednesday, 3rd March 2021

વડોદરા નજીક કેનાલ માં સ્કોર્પિયો ખાબકી : યુવકનું કરૂણમોત : ગ્રામજનોએ ટ્રેકટર વડે ખેચી ગાડી બહાર કાઢી

સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન

વડોદરાના તેનતળાવ નજીક સ્કોર્પિયો કાર નહરેમાં ખાબકી હતી. પૂરપાટે દોડી જતી સ્કોર્પિયો કેનાલમાં ખાબતા યુવકનું કરૂણ મોત થયું હતું. આ ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, લાશ્કરો ઘટના સ્થળે પહોંચે પહેલાં યુવકનું મોત થયું હતું

   કેનાલમાં આજે બપોરે એક સ્કોર્પિયો ખાબકી હોવાનું સ્થાનિકોના ધ્યાને આવ્યું હતું. દરમિયાનમાં બપોરે 12.30 વાગ્યાના અરસામાં ફાયર બ્રિગેડને સ્કોર્પિયો ખાબકી હોવાની જાણ કરવામાં આવી હતી ત્યારે ફાયરના જવાનો  પહોંચે તે પહેલાં ગ્રામજનોએ ટ્રેકટર વડે ખેચી બહાર કાઢી હતી.

ફાયર બ્રિગેડના સૂત્રોના જણાવ્યા મુજબ આ કારમાંથી એક યુવકનું મૃતદેહ મળી આવ્યો છે અને સ્ટિયરીંગ પરથી કાબુ ગુમાવતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું અનુમાન છે. જોકે, પોલીસ તપાસના અંતે જ વધુ માહિતી જાણવા મળે તેવી વકી છે

   આ ઘટના બાદ લોકોના મોટી સંખ્યામાં ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, સ્થાનિકોએ જ સિલ્વર કલરની સ્કોર્પિયોને કનેલામાંથી બહાર કાઢી હતી ત્યારે તંત્ર દ્વારા આ કેનાલ વાળા રોડ પર હજુ કોઈ સાવચેતીના પગલારૂપે આડશ મૂકવામાં નહીં આવે તો હજુ પણ અકસ્માતો થવાની ભીતિ છે.

(8:39 pm IST)