ગુજરાત
News of Wednesday, 3rd March 2021

પાલનપુર-અમીરગઢ હાઈવે પર ટ્રક ચાલકે ટ્રેકટરને પાછળથી ટક્કર મારતાં અકસ્માત:ટ્રેકટરમાંથી બટેટા રોડ પર ઢોળાયા

ટ્રેકટરમાં ભરેલ બટેટા રોડ પર ફેલાતા ખેડૂતને મોટાપાયે નુકસાન: અકસ્માત બાદ ટ્રકચાલક ફરાર

પાલનપુર-અમીરગઢ હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત છે ફોર લાઈન રોડ પર ટ્રક ચાલકો નાના વાહનોની અવગણના કરતા હોય તેવી રીતે જાણે આંખો મીંચીને વાહન ચલાવી રહ્યા છે. ઇકબાલગઢ પાસેથી પસાર થતા હાઇવે પર બટાકા ભરીને જતાં ટ્રેકટરને પાછળથી પૂરઝડપે આવતા ટ્રક ચાલકે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.ટ્રેકટરને પાછળથી ટક્કર મારી ટ્રક ચાલક ફરાર થઇ ગયો હતો. જોકે, અકસ્માતમાં સદનશીબે કોઇ જાનહાનિ થઇ નથી. ટ્રેકટરમાં ભરેલ બટેટા રોડ પર ફેલાતા ખેડૂતને મોટીમાત્રમાં નુકસાન થયું હોવાનું જણાઇ રહ્યું છે.

(8:27 pm IST)