ગુજરાત
News of Wednesday, 3rd March 2021

સુરતના મજૂરાગેટ વિસ્તારમાં એકાઉન્ટન્ટે યુવતીને સર્વર રૂમમાં બોલાવી અશ્લીલ હરકત કરી પરેશાન કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના મજૂરા ગેટ સ્થિત આઇટીસી બિલ્ડીંગમાં સી. ની ઓફિસમાં આર્ટીકલશીપ કરતી યુવતીને સર્વર રૂમમાં બોલાવી ખભા પર હાથ ફેરવી અશ્લીલ હરકત કરતા અઠવાલાઇન્સ પોલીસમાં ફરીયાદ નોંધાય છે. પોલીસે અશ્લીલ હરકત કરનાર સી.એની ધરપકડ કરી છે.
મજૂરા ગેટ સ્થિત આઇટીસી બિલ્ડીંગમાં સી. અરૂણ બ્રિજમોહન કનોડીયા (.. 48 રહે. આર્નવ બિલ્ડીંગ, સિટીલાઇટ રોડ) ઓફિસ ધરાવે છે. ઓફિસમાં ચારથી પાંચ યુવક-યુવતીનો સ્ટાફ પણ કામ કરે છે. નાંણાકીય વર્ષ અંતિમ તબક્કામાં હોય અને જીએસટી ફાઇલની કામગીરી પણ કરવાની હોવાથી સી. અરૂણે તા. 28 ફેબ્રુઆરીએ ઓફિસમાં કામ કરતા બે યુવાન અને આર્ટીકલશીપ કરતી અલથાણ વિસ્તારની યુવતીને કામ માટે બોલાવી હતી. અરૂણે સ્ટાફના ત્રણેયને એક પછી એક પોતાની ઓફિસમાં બોલાવી સમજ પડે છે કે નહીં તે અંગેની પૃચ્છા કરી હતી. જો કે અલથાણ વિસ્તારની આર્ટીકલશીપ કરતી યુવતીને ઓફિસમાંથી કામના બહાને સર્વર રૂમમાં બોલાવી હતી. સર્વર રૂમમાં યુવતી ખુરશી પર બેઠી હતી ત્યારે પાછળથી આવી ખભા પર હાથ મુકયો હતો અને યુવતીનો હાથ પકડી લઇ અશ્લીલ હરકત કરી હતી. સી. અરૂણની અશ્લીલ હરકતોથી યુવતી ચોંકી ગઇ હતી અને તુરંત સર્વર રૂમની બહાર નીકળી ગઇ હતી.

(5:33 pm IST)