વડોદરા: મકાનના હપ્તા ન ભરી શકતા ટેંશનમાં આવી 48 વર્ષીય આધેડે ઘરમાં જ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી
વડોદરા: મકાનના હપ્તા ન ભરી શકતા ટેંશનમાં આવી 48 વર્ષીય આધેડે ઘરમાં જ ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લીધી વડોદરા: શહેરમાં મકાનના હપ્તા નહી ભરાતા સતત ટેન્શનમાં રહેતા ૪૮ વર્ષના આધેડે પોતાના ઘરમાં જ ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.તાલુકા પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ,સેવાસી અર્બન આવાસ યોજનાના મકાનમાં રહેતા ૪૮ વર્ષના ભાવેશ અંબાલાલ પટેલ ફેક્ટરીમાં નોકરી કરે છે.તેમના પત્ની આશાવર્કર તરીકે કામ કરે છે.ગઇકાલે સવારે ભાવેશ નોકરી પર ગયો હતો.અને બપોરે ઘરે જમવા માટે આવ્યો હતો.તેની પત્ની પણ ઘરે નહતી.અને તેમનો સાત વર્ષનો પુત્ર નીચે રમતો હતો.પુત્ર રમીને ઘરે આવ્યો ત્યારે તેણે પપ્પાને લટકતા જોતા તે ગભરાઇને પાડોશીના ઘરે દોડી ગયો હતો.અને બનાવની જાણ કરી હતી.પાડોશીએ પોલીસને જાણ કરતા તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો.જયદીપસિંહે ઘટનાસ્થળે જઇ તપાસ હાથ ધરી હતી.પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન એવી વિગતો જાણવા મળી હતી કે,આર્થિક ભીંસના કારણે તે મકાનના ત્રણ મહિનાના હપ્તા ભરી શક્યો નહતો.જેના કારણે ભાવેશ સતત ટેન્શનમાં રહેતો હતો.આ ટેન્શનના કારણે જ તેને આપઘાત કરી લીધો હતો.