ગુજરાત
News of Wednesday, 3rd March 2021

આમલેથા કેનાલ પાસેની ઘટના :હું જમાદારનો પુત્ર છું મારી મો.સા. કેમ રોકી..? તેમ કહી ફરજ પરના પો.કો.ને થપ્પડ મારતા ફરીયાદ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમલેથા પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કેનાલ પાસે મો.સા.પર જતાં એક યુવાન ને અટકાવતા આ યુવાને પોલીસ સ્ટાફ સાથે ઉદ્ધતાયભર્યું વર્તન કરી એક પો.કો.ને થપ્પડ મારી દેતા ગુનો નોંધાયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ આમલેથા પો.સ્ટે.ના અ.પો.કો. મનોજભાઇ કનુભાઇ બ.નં.૭૯૩ ની ફરિયાદ મુજબ તેઓ પોલીસ માણસો સાથે પેટ્રોલિંગ માં હતા તે સમયે આમલેથા કેનાલ પાસે ધર્મેદ્રભાઇ બાબુભાઇ વસાવા રહે. આમલેથા તા.નાંદોદ પોતાની મો.સા.નંબર GJ.16 E 3932 ની ઉપર બેસી તરોપા તરફથી આમલેથા તરફ આવતો હતો જેથી પો.કો.એ તેને રોકતા ધર્મેન્દ્ર એકદમ ઉશ્કેરાઇ જઇ ગમેતેવી ગાળો બોલી મારી મો.સા.ને તમે લોકોને કેમ રોકેલ છે તમને ખબર છે હું કોણ છુ.તમારે આમલેથા પોલીસ સ્ટેશનમાં નોકરી કરવી હોય તો મને ઓળખી લેજો હું જમાદારનો છોકરો છું તેમ જણાવી ફરજ પરના પો.કો.મનોજભાઈના યુનિફોર્મના શર્ટના બટન તોડી નાખી ગાલ ઉપર એક થપ્પડ મારી ઉદ્ધતાઇ ભર્યું વર્તન કરી તેમની કારદેસરની ફરજમાં રૂકાવટ કરતા આમલેથા પોલીસે ધર્મેન્દ્ર વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:24 pm IST)