ગુજરાત
News of Saturday, 3rd February 2018

અમદાવાદની ૧૩ ગ્રામ્ય પંચાયતોમાં આજે ચૂંટણી

૧૬૧ ઉમેદવારોના ભાવિનો ફેંસલો થનાર છેઃ ૧૮૨૧૬મતદારો તમામ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે ઉત્સુક :ચૂંટણીને લઇને તંત્ર દ્વારા તૈયારી પૂર્ણ

અમદાવાદ,તા. ૩, જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે અમદાવાદની ૧૩ ગ્રામ્ય પંચાયતોમાં સામાન્ય ચૂંટણી માટે આવતીકાલે ઉત્સાહ વચ્ચે મતદાન યોજાનાર છે. સંબંધિત વિભાગ અને વહીવટીતંક્ષ દ્વારા ગ્રામ્ય પંચાયત ચૂંટણીને લઇને તમામ તૈયારી પહેલાથી જ પૂર્ણ કરી લેવામાં આવી છે. ૧૩ ગ્રામ્ય પંચાયતની સાથે સાથે પાંચ ગ્રામ પંચાયતમાં પણ ચૂંટણી યોજાશે. પ્રાપ્ત હેવાલ મુજબ કુલ ૧૮૨૧૬ મતદારો ચૂંટણી મેદાનમાં રહેલા ૧૬૧ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે તૈયાર છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ ચૂંટણીની ખાતરી કરવા માટે તંત્રે કમર કસી લીધી છે. આના માટે ૨૯ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે અમદાવાદમાં ૨૨ ગ્રામ પંચાયત માટે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી હતી. જો કે નવ ગામ સમરસ થઇ ગયા હતા. જેથી હવે ૧૩ ગામોમાં ચૂંટણી યોજાઇ રહી છે. ચૂંટણીમાં ઇલેકટ્રોનિંક વોટિંગ મશીનનો પણ ઉપયોગ કરવામાં આવનાર છે. મળેલી માહિતી મુજબ ૧૩૫થી વધારે ઇવીએમની વ્યવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી કામગીરીને સફળ રીતે પાર પાડવા માટે કુલ ૧૪૦ કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.  અમદાવાદની ૧૩ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે જે મતદારો નોંધાયા છે તે પૈકી ૯૨૯૭ પુરૂ.ષ મતદારો અને ૮૯૧૯ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. સરપંચ માટેના હોદ્દા માટે કુલ ૩૮ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેલા છે. ચૂંટણી મેદાનમાં રહેલા તમામ ઉમેદવારોએ મતદારોને પ્રભાવિત કરવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા. કોઇ પણ અનિચ્છનીય બનાવો ચૂંટણી દરમંયાન ન બને તેની ખાતરી કરવા માટે પુરતી સંખ્યામાં પોલીસ જવાનો તૈનાત કરવામાં આવી ચુક્યા છે. આવતીકાલે ૧૩ ગ્રામ્ય પંચાયતની ચૂંટણી માટે મતદાન થયા બાદ છઠ્ઠી ફેબ્રુઆરીના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવનાર છે. જ્યાં ચૂંટણી યોજાનાર છે તેમાં વિરમગામના મેલજ-કાદીપુર, શિવપુરા, ચુનીના પુરા, ધોલેરાના ગ્રાફ, માંડલના વાસણા (કુ) , કુણપુરનો સમાવેશ થાય છે. નવ ગામ પહેલાથી જ સમરસ જાહેર કરવામાં આવી ચુક્યા છે. ચૂંટણીને લઇને ભારે ઉતસાહ છે. 

(9:35 pm IST)