ગુજરાત
News of Saturday, 3rd February 2018

પોલીસે બાતમીના આધારે કઠલાલ નજીકથી બુટલેગરના ઘરમાંથી 1,44,000નો વિદેશી દારૂનો જથ્થો ઝડપ્યો

કઠલાલ: નજીકના એક ગામેથી બુટલેગરના ઘરમાંથી વિદેશી દારૃનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે.  તેના ઘરમાં સંતાળેલ વિદેશી દારૃ કિંમત રૃા.૧,૪૪,૦૦૦/- સાથે બુટલેગરની અટકાયત કરી પોલીસે આગળની કાર્યવાહી હાથધરી છે.

કઠલાલ તાલુકાના સરખેજ ગામે આવેલ ગણેશપુરા વિસ્તારમાં રહેતો દશરથ ભેમા રાઠોડ પોતાના ઘરે વિદેશી દારૃનો જથ્થો લાવી વેચાણ કરતો હોવાની બાતમી કઠલાલ પોલીસને મળી હતી. આથી પોલીસે ગત્ રાત્રે બાતમીના આધારે દશરથ રાઠોડના ઘરે છાપો મારતા તેના ઘરના અડારીયામાં છુપાવેલ વિદેશી દારૃની બોટલ નંગ ૪૮૦ કિંમત રૃા.૧,૪૪,૦૦૦/-નો મળી આવ્યો હતો. આ બનાવમાં બુટલેગર દશરથ રાઠોડને સ્થળ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો છે. કઠલાલ પોલીસે દશરથ રાઠોડ વિરૃધ્ધ પ્રોહીબીશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

(5:24 pm IST)