વડોદરાના છાણી વિસ્તારમાં ધો.10ના વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર ફાસો ખાઈ જીવનલીલા સંકેલી લેતા ચકચાર મચી જવા પામ્યો
વડોદરા: છાણી વિસ્તારમાં રહેતા ધો.૧૦ ના વિદ્યાર્થીએ ઘરે બેડરૃમમાં અગમ્ય કારણોસર ફાંસો ખાઇને જીવન ટૂંકાવી દીધું હતું.જે અંગે છાણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, છાણી વિસ્તારમાં રહેતો ૧૫ વર્ષનો કિશોર ધો.૧૦ માં અભ્યાસ કરે છે.તેના માતા પિતા ખાનગી હોસ્પિટલમાં નર્સ છે.ગઇકાલે સવારે સાડા અગિયાર વાગ્યે પિતા નોકરી પર ગયા હતા.જ્યારે માતા બપોરે બે વાગ્યે પુત્રને જમાડીને નોકરી પર ગઇ હતી.પુત્ર ત્યારબાદ બેડરૃમમાં ઊઘી ગયો હતો.સાંજે સાડા ચાર વાગ્યે તેને ટયુશન જવાનું હોવાથી દાદી ઉઠાડવા ગયા હતા.દાદીએ બેડરૃમનો દરવાજો ખખડાવ્યો હતો.પરંતુ,દરવાજો નહી ખોલતા દાદીએ બૂમો પાડી હતી.તેમ છતાંય તેણે દરવાજો ખોલ્યો નહતો.પરંતુ, બૂમો સાંભળીને પાડોશીઓ દોડી આવ્યા હતા.તેમણે પાછળની ગેલેરીમાંથી બેડરૃમની બારીમાં જોતા કિશોર ફાંસો ખાધેલી હાલતમાં લટકતો દેખાયો હતો.પાડોશીઓએ દરવાજો તોડી નાંખી પોલીસને જાણ કરી હતી.છાણી પોલીસે સ્થળ પર જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસે આપઘાતનું કારણ જાણવા પ્રયાસો હાથ ધર્યા છે.