ગુજરાત
News of Friday, 2nd December 2022

વડોદરામાં બસ ડેપો મર મહિલા મુસાફરોના પર્સમાંથી દાગીનાની ચોરી કરતી બે મહિલાને પોલીસે ઝડપી પાડી

વડોદરાઃ વડોદરા બસ ડેપો પર મહિલા મુસાફરોના પર્સમાંથી દાગીના અને કિંમતી સામાન ચોરી કરતી બે મહિલાને પોલીસે ઝડપી પાડી છે.

મહેસાણા ગરબા ગ્રાઉન્ડ પાસે બે મહિલા ચોરીના દાગીના વેચવા માટે ફરતી હોવાની વિગતો મળતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમે બંને મહિલાને ઝડપી પાડી હતી.પૂછપરછ દરમિયાન તેમના નામ બિન્દીયા વિશાલ નિનામા(દાહોદ) અને ગીતા આકાશ ડામોર(કાલોલ) હોવાનું ખૂલ્યું હતું.

પોલીસે તેમની પાસે બુટ્ટી,મંગળસૂત્ર, ચાંદીની પાયલ મળી કુલ રૃ.એક લાખ ઉપરાંતના દાગીના કબ્જે કર્યા હતા.બંને મહિલાઓએ એસટી ડેપો પર મહિલા મુસાફરના પર્સમાંથી દાગીના ચોર્યાની વિગતો ખૂલી છે.

(5:48 pm IST)