News of Friday, 2nd December 2022
વડોદરામાં જરોદ ખાતેથી પોલીસે એક ઘરમાં દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી પાડયો
વડોદરા: શહેરમાં ચૂંટણી દરમિયાન દારૂની રેલમ છેલ કરવા માટે બુટલેગરરો સક્રિય બન્યા છે ત્યારે પોલીસે પણ ઉપરા છાપરી દરોડા પાડવા માંડ્યા છે.
વડોદરા નજીક જરોદ ખાતેથી એક દિવસ પહેલા ટ્રકમાંથી દારૂનો જથ્થો મળી આવવાના બનાવ બાદ આજે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે કોયલી શેરખી રોડ પર ગોકુળધામ રેસીડેન્સી ખાતેનાએક મકાનમાં દરરોજ પાડ્યો હતો. પોલીસે કાર લઈ જતા બુટલેગર પિનેશ રાણા રહે (નાગરવાડા,નવી ધરતી) ને ઝડપી પાડી ટેમ્પામાંથી દારૂ ના બેરલ ઉતારતા અન્ય ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે તપાસ કરતા બેરલ માંથી દારૂની અને બિયરની બોટલો મળી આવી હતી. જ્યારે કાર અને એક સ્કૂટર માંથી પણ દારૂની બોટલો કબજે કરી હતી. તમામ 1014 બોટલો ની કિંમત સાડા ત્રણ લાખ જેટલી થાય છે.
(5:47 pm IST)