News of Thursday, 2nd December 2021
રાજ્યના 96 તાલુકામાં વરસાદ , ઉમરપાડા ઉના અને ખાંભા તાલુકામાં 1-1 ઇંચ વરસાદ
અન્ય 93 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ: સવારે 6 થી બપોરે 2 સુધી 8 કલાકનો વરસાદ: હવામાન વિભાગે આવતીકાલે પણ આપી આગાહી
અમદાવાદ : રાજ્યના 96 તાલુકામાં વરસાદ વરસ્યો છે, સુરતના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે ઉમરપાડા તાલુકામાં 1 ઇંચ વરસાદ થયો છે,સાથે સૌરાષ્ટ્રના ઉના અને ખાંભા તાલુકામાં 1-1 ઇંચ વરસાદ પડ્યો છે, અન્ય 93 તાલુકામાં 1 ઇંચ સુધીનો વરસાદ થયો છે, આજે સવારે 6 થી બપોરે 2 સુધી 8 કલાકનો વરસાદ ના આંકડા છે હવામાન વિભાગે આવતીકાલે પણ વરસાદની આગાહી કરી છે
(9:31 pm IST)