ગુજરાત
News of Wednesday, 2nd December 2020

રિંગાપાદર ગામની પ્રા. શાળામાં શિક્ષકની ખાલી જગ્યા ભરવા ગ્રામજનોએ આપ્યું શિક્ષણાધિકારીને આવેદન

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નમૅદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ઉંડાણ વિસ્તારમાં આવેલા રીગા પાદર ગામની ધોરણ ૧ થી ૫ સુધીની પ્રાથમિક શાળામાં છેલ્લા ચાર વર્ષથી એકજ શિક્ષક દ્વારા શિક્ષણ કાર્ય ચલાવામા આવી રહ્યું છે એક જ શિક્ષક હોવાથી બાળકોને યોગ્ય શિક્ષણ ન મળતું ન હોય એ બાબતે ગ્રામજનોએ આજે નર્મદા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
મુખ્યમંત્રી રાજ્યપાલ શિક્ષણ મંત્રી કલેક્ટરને સંબોધીને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નમૅદાને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે છેલ્લા ચાર વર્ષથી રિંગાપાદર ગામની પ્રા. શાળામાં એક શિક્ષકની જગ્યા ખાલી છે.માટે આ જગ્યા વહેલિતકે પુરી બાળકોના શિક્ષણ બાબતે યોગ્ય કાર્યવાહી કરી નિમણુંક કરવા માગણી કરાઈ છે.
 આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જે.એમ પટેલનો ટેલીફોનિક સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું કે રીગાપાદર ગામના લોકોની રજુઆતને ધ્યાને લઈ  ૪ ડીસેમ્બરે ડેડીયાપાડા ખાતે યોજાનાર વધ-ધટ કેમ્પમાં  શિક્ષકની ખાલી જગ્યા ભરીને શિક્ષકની નિમણુંક કરી શાળામાં ફાળવણી કરી દેવામાં આવશે.

(11:59 pm IST)