ગુજરાત
News of Wednesday, 2nd December 2020

રાજપીપળા પોલીસે આજે સતત ત્રીજી વાર કોવિડના પાલન માટે ફ્લેગમાર્ચ કરી લકોને દંડ ફટકાર્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા શહેરમાં સતત કોરોના સંક્રમણ માં વધારો થઈ રહ્યો છે પોલીસ ત્રણ દિવસ થી આ માટે પગપાળા ચાલી લોકોને માસ્ક પહેરવા સૂચના આપવા છતાં જાગૃતિ નહીં આવતા આજે પણ જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચના મુજબ પોલીસે કાયદાનું કડક પાલન કરાવવા જહેમત ઉઠાવી હતી જેમાં ટાઉ પી.આઈ.એ.આર.ગામીત, પો.કો. શાંતિલાલ સહિત નો સ્ટાફ શાક માર્કેટ સહિત ના ભીડ વાળા વિસ્તારો માં ફરી લોકોને કાયદાના પાઠ ભણાવ્યા હતા.જેમાં આજે પણ અમુક લોકો માસ્ક વગર બિન્દાસ ફરતા જોવા મળતા પોલીસે કોઈપણ જાતની સ્નેહ સરમ વગર તેમની સામે દંડનીય કાર્યવાહી કરી હતી

(11:58 pm IST)