ગુજરાત
News of Wednesday, 2nd December 2020

રાજપીપળા શાક માર્કેટમાં નજીવી બાબતે એકને ગુપ્ત ભાગે માર મારી ધમકી અપાનાર વિરુદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : રાજપીપલા શાકમાર્કેટ =માં શાકભાજી લેવા ગયેલા વેપાર ઉપેન્દ્રકુમાર ગુલાબચન્દ શ્રીવાસ્તવ શાકમાર્કેટમાં હોલસેલના ભાવે શાકભાજી વેચતો પરેશભાઇ કાછીયાની દુકાને ફુલાવર લેવા માટે ગયેલ જેમાં પરેશભાઈની દુકાને કામ કરતો ગણેશ પ્રવીણ ભાઈ વસાવાએ ઉપેન્દ્રને સાઈડમાં ઉભો રાખી પાછળથી આવેલા અન્યોને માલ આપતા ઉપેન્દ્ર એ અમે પણ રૂપિયા આપીએ છીએ કહેતા ગણેશે ઉશ્કેરાઈ જઈ ઉપેન્દ્રને ગુપ્ત ભાગે માર મારી મારી નાખવાની ધમકી આપતા રાજપીપળા પોલીસે ગણેશ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(11:51 pm IST)