ગુજરાત
News of Wednesday, 2nd December 2020

વડોદરામાં સંબંધ શર્મસાર:સગા બાપે 9 મહિના સુધી સગીર દીકરીને હવસનો શિકાર બનાવી

પુત્રીની વાત સાંભળી હચમચી ગયેલી માતાએ ઠપકો આપતા નરાધમે પુત્રી અને પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી : નરાધમની ધરપકડ

 વડોદરામાં સગા બાપે પોતાની સગીરા દિકરી પર દુષ્કર્મ ગુજાર્યો છે. પોલીસે હેવાન પિતા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ હેવાન પિતાએ 9 મહિના સુધી પોતાની હવસનો શિકાર બનાવી હતી.

સંસ્કારી નગરી વડોદરામાં બાપ-દિકરીના સંબંધ પર લાંછન લગાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદાના સાવલી તાલુકાના નમીસરા ગામમાં ફારૂકશાહ દીવાન છકડો ચલાવી પોતાના ઘરનું ગુજરાન ચલાવતો હતો. તેની દાનત તેની સગી 14 વર્ષીય સગીરા પુત્રી ઉપર બગડી હતી. પુત્રીની માતા જ્યારે ઘરે ના હોય ત્યારે હેવાન પિતા માસૂમ દિકરીને પોતાની હવસનો શિકાર બનાવતો હતો. આરોપી પિતા 9 મહિના સુધી પુત્રીને પિંખતો આવ્યો હતો

પુત્રી ભયના મારે કોઇને આ વાતની જાણ કરતી નહતી. પુત્રી ગુમસુમ રહેતા માતાએ તેને પૂછ્યું હતુ. આ દરમિયાન પુત્રીએ હેવાની પિતાની બધી હકિકત તેની માતાને જણાવી હતી. માતા પર આ વાત સાંભળી હચમચી ગઇ હતી. સગીરા પુત્રીની આ વાત સાંભળી તેમણે પતિને ઠપકો આપ્યો હતો. પરંતુ તેનાથી પતિને કંઇ ફરક પડ્યો ના હતો અને ઉલટાનું પતિએ તેને ધમકી આપતા જણાવ્યું હતુ કે આ બાબતે કોઈને જાણ કરીશ તો તને, તારી છોકરી અને પુત્રને જાનથી મારી નાખીશ.

સગીરા પુત્રીના ખુલાસો કર્યા પછી માતાએ નરાધમ પિતા વિરુદ્ધ ભાદરવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ભાદરવા પોલીસે ઝડપથી કાર્યવાહી કરતા હવસખોર પિતાની અટકાયત કરી લીધી હતી અને આ કેસમાં વધુ કાર્યવાહી હાથ ધરી છે

(6:54 pm IST)