ગુજરાત
News of Wednesday, 2nd December 2020

હાઇકોર્ટની લપડાક બાદ પૂર્વ મંત્રી કાંતિ ગામીતની ધરપકડ : પૌત્રીની સગાઈમાં ભીડ ભેગી કરતા પોલીસની કાર્યવાહી

પૂર્વ મંત્રી કાંતિ ગામીત,જીતુ ગામીત,વિનોદભાઇ,કોર્પોરેટર,સી.કે.ચૌધરી,પી.આઇ, નિલેશ ગામીત,કોન્સ્ટેબલસહીત 18 સામે ફરિયાદ :પીઆઈ સી.કે. ચૌધરી અને બીટ જમાદાર અનિરૂધ્ધસિંહ સોલંકીને સસ્પેન્ડ :એક કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરીને બે વ્યક્તિની અટકાયત કરી

તાપી : ભાજપના પૂર્વ મંત્રી કાંતિ ગામિતની પૌત્રીની સગાઇનો  મામલે પૂર્વ મંત્રી કાંતિ ગામીત સહિત 18 સામે ફરિયાદ નોંધાઇ છે. હાલ પોલીસ દ્વારા 308 હેઠળ કાંતિ ગામિતની ધરપકડ કરાઇ છે. આ મામલે સુરત ગ્રામ્ય SP ઉષા રાડાને ઘટનાની તપાસ સોંપાઈ છે. 7 દિવસમાં રિપોર્ટ આપવા આદેશ કરાયા છે. કાર્યક્રમમાં જેટલા પોલીસકર્મી હાજર હતા તે તમામને સસ્પેન્ડ કરાયા છે.

સોનગઢના ડોસવાડા ખાતે 30મી નવેમ્બરના રોજ રાત્રે પૂર્વ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈ યોજવામાં આવી હતી. સગાઈની સાથે તુલસી વિવાહ પણ યોજાયા હોવાથી હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ગરબા રમતા હતાં. આ દ્રશ્યો ભારે વાઈરલ થતા સમગ્ર રાજ્યમાં આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં હતાં.સમગ્ર કાર્યક્રમ વખતે પોલીસ કાફલો પણ હાજર હોવાનું સામે આવ્યું હતું. જેથી આઈજીપીએ કડક પગલાં લેતા પીઆઈ સી.કે. ચૌધરી અને બીટ જમાદાર અનિરૂધ્ધસિંહ સોલંકીને સસ્પેન્ડ કર્યા છે. સાથે અન્ય એક કોન્સ્ટેબલને પણ સસ્પેન્ડ કરીને બે વ્યક્તિની અટકાયત કરી છે.

   સોનગઢના ડોસવાડામાં 30મી નવેમ્બરની રાત્રે પૂર્વ મંત્રી કાંતિ ગામીતની પૌત્રીની સગાઈમાં હજારો લોકોએ ગરબા કર્યા હોય છે. જેના બીજા જ દિવસે વ્યારાના કપૂર આંબા ફળિયા ગામમાં હજારોની સંખ્યામાં લોકો ટીમલી ડાન્સ કરતાં જોવા મળ્યાં છે. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ભારે વાઈરલ થયો છે. જેના આધારે પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(6:10 pm IST)