ગુજરાત
News of Wednesday, 2nd December 2020

પાટણમાં પાણી માટે ખેડૂતોએ કર્યો નવતર વિરોધઃ ખાલી કેનાલમાં કબડ્ડી રમ્‍યા

હિંમતનગર: એક તરફ જ્યાં દિલ્હી સરહદ પર સેંકડો ખેડૂતો નવા કૃષિ કાયદાના વિરુદ્ધ આંદોલન કરી રહ્યાં છે, ત્યારે ગુજરાતના પાટણ જિલ્લાના ખેડૂતોએ પણ અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. પાટણના ખેડૂતોએ મંગળવારે પાણીની સમસ્યાને વાચા આપવા માટે આગવી રીતે પોતાનો વિરોધ (Gujarat Farmers Protest)  વ્યક્ત કર્યો છે.

જેમાં લગભગ 50 ખેડૂતોએ કેનાલમાં ઉતરીને કબ્બડી રમવાનું શરૂ કરી દીધુ. આ દરમિયાન ખેડૂતોએ વહીવટી તંત્ર વિરુદ્ધ સુત્રોચાર પણ કર્યા હતા. ખેડૂતોનું કહેવું છે કે, જો કેનાલમાં જલ્દી પાણી નહીં છોડવામાં આવે, તો વિરોધમાં જલદ્દ આંદોલન કરવામાં આવશે.

જણાવી દઈએ કે, પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકામાંથી પસાર થતી સુજલામ સુફલામ નહેર હાલના દિવસોમાં પાણી વિના સૂકી ભઠ્ઠ થઈ ગઈ છે. ખેડૂતોને રવિ પાકની સિંચાઈ માટે પાણીની આવશ્યક્તા છે. સરસ્વતી તાલુકાના 22 ગામોમાં સિંચાઈનું પાણી ના મળવાના કારણે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. કેનાલમાં પાણી ના હોવાના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. જેને લઈને ખેડૂતોમાં સરકાર પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

(5:44 pm IST)