ગુજરાત
News of Wednesday, 2nd December 2020

મહેમદાવાદ તાલુકાના નેનપુર ચોકડી નજીક પુરપાટ ઝડપે જતા એક્ટિવા ચાલકે કાબુ ગુમાવતા પાર્ક કરેલ ટ્રક પાછળ ઘુસી જતા કમકમાટીભર્યું મૃત્યુ

મહેમદાવાદ:તાલુકાના નેનપુર ચોકડી નજીક માર્ગ પરથી પુરપાટ ઝડપે પસાર થતાં એક્ટિવા ચાલકે સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં એક્ટિવા રોડની સાઈડમાં પાર્ક કરેલી ટ્રકની પાછળ ઘુસી ગયું હતું. આ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા એક્ટિવાચાલકનું મોત નિપજ્યું હતું.

આ અંગે મળતી માહિતી મુજબ મહેમદાવાદ તાલુકાના નેનપુર ચોકડી નજીક આવેલ ઓલ્વિન હોટલ સામે રોડ પરથી પુરપાટ ઝડપે પસાર થતાં એક્ટિવા ન.ં જીજે-૦૧, યુપી-૦૫૪૭ના ચાલકે એકાએક સ્ટેયરીંગ પરનો કાબુ ગુમાવતાં એક્ટિવા રોડની સાઈડમાં ઉભેલા ટ્રક ન.ં આરજે-૨૧, જીએ-૪૬૬૫ની પાછળ ધડાકાભેર ઘુસી ગયું હતું. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા એક્ટિવા ચાલકને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જો કે એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ એક્ટિવાચાલકનું મોત નિપજ્યું હતું.

(5:14 pm IST)