ગુજરાત
News of Wednesday, 2nd December 2020

સાબરકાંઠા:પોલો ફોરેસ્ટમાં જાહેરનામુ લંબાવાયું : હવે ડિસેમ્બરના તમામ શનિ-રવિવાર બંધ રહેશે

જાહેર રજાના દિવેસ પણ પોલો ફોરેસ્ટ બંધ રાખવાનો નિર્ણય

અમદાવાદ : કોરોનાનું સંક્રમણ વધતા સાબકાંઠાના પોલો ફોરેસ્ટમાં જાહેરનામું લંબાવી દેવામાં આવ્યું છે. જેમાં ડિસેમ્બર મહિનાના તમામ શનિ-રવિ પ્રતિબંધ રહેશે. આ સાથે જાહેર રજાના દિવેસ પણ પોલો ફોરેસ્ટ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કોરોનાનું સંક્રમણ વધતું અટકાવવા માટે તેમજ 31 ડિસેમ્બરની આસપાસ મોટી સંખ્યામાં લોકો અહીં આવતા હોય તેને લઇને નિર્ણય લેવામાં આવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળી અગાઉ જ પોલોના જંગલ પર પ્રતિબંધ લગાવામાં આવ્યો છે. જેમાં 14થી 22 નવેમ્બર અને 28થી 30 દરમિયાન પ્રતિબંધ જાહેર કરાયો હતા. કોરોના મહામારીના પગલે સ્થાનિક વિસ્તારમાં સંક્રમણ રોકવા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

(10:53 am IST)