ગુજરાત
News of Wednesday, 2nd December 2020

આમલેથામાં કોવિડ જાહેરનામા બાબતે સમજાવતી પોલીસ ટિમ સાથે દાદાગીરી કરનાર 2 વિરુદ્ધ ગુનો દાખલ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આમલેથા મરધીની દુકાન સામે ટોળુ ઉભેલ હોય તેમને માસ્ક પહેરેલ ન હોય ભીડના કારણે કોરોના વાયરસ ફેલાઇ તેવી શક્યતા હોવાથી પોલીસ સ્ટાફે મરધીની દુકાન વાળા મીનાબેન ચતુરભાઇ વસાવાને સમજાવ્યુ કે દુકાને માસ્ક વગર ટોળુ કેમ ભેગુ કરો છો. ? તેમ કહેતા બહેન ઉશ્કેરાઇ જઇ પોલીસ માણસો સાથે ઉદ્રતાઇપુર્વક વર્તન કરી મારી દુકાન છે ગમે તેટલા માણસો આવે તમારે શું છે.? તેમ કહી બોલાચાલી કરી જ્યારે તેમનો દિકરો ઉસ્માનભાઇ વસાવા ત્યાં આવી બોલાચાલી કરી તમે અમારા ગ્રાહકો બંધ કરાવવા માંગો છો.? તેમ કહી ઝપાઝપી કરી ફરીયાદી પો.કો.સંતોષભાઇના શર્ટનો કોલર પકડી એક ધોલ મારી દેતા આમલેથા પોલીસે માં દીકરા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.

(10:53 pm IST)