ગુજરાત
News of Sunday, 2nd December 2018

નવસારીની નારી રણચંડી બની : શિકાર કરવા આવેલા દિપાડને દાતરડાથી હંફાવ્‍યો

મહિલાના હિમ્મતનો કિસ્સો નવસારીમાં બન્યો છે. ચીખલીના ખેરગામ વિસ્તરામાં છેલ્લા કેટલાક સમયથી દીપડો ફરતો હોવાથી લોકોમાં ભયચનો માહોલ જોવા મળી રહ્યો છે. શુક્રવારે રાત્રે ખેરગામ બાવળી ફળિયા ખાતે આવેલા એક ઘર પાસે પશુઓ બાંધવા માટે બનાવેલા કોઢારામાં બાંધેલા વાછરડા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. પરંતુ ઘરમાં હાજર મહિલાએ બહાદુરી પૂર્વક છૂટું દાતરડું મારતા દીપડો ભાગી ગયો હતો. આમ વાંછરડું બચું ગયું હતું.

ફસાયો

પ્રાપ્ત માહિતી અનુસાર ખેરગામના ખાખરી ફરિયા, તેમજ તાલુકાના વાવ, રૂઝવણી ગામમાં છેલ્લા બે ત્રણ મહિનાથી દીપડો દેખાઇ રહ્યો છે. તેમજ દીપડાએ આ વિસ્તરામાં બકરા તેમજ મરઘાઓનો શિકાર કરતા વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવા માટે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી હતી.

દરમિયાન બાવળી ફળિયા ખાતે આવેલા એક ઘર પાસે પશુઓ બાંધવા માટે બનાવેલા કોઢારામાં બાંધેલા વાછરડા ઉપર દીપડાએ હુમલો કર્યો હતો. તેનો અવાજ આવતા જ શંકરભાઇની પત્નીએ દીપડાને હુમલો કરતા જ જોતા તેમજ તરત જ દીપડાને ભગાડવા નજીકમાં રહેતા દાતરડું છુટ્ટું મારતા દીપડો વાછરડાને છોડી ત્યાંથી ભાગી ગયો હતો. મહિલાની સમયસૂચકતાના પગલે વાછરડાનો જીવ બચી ગયો હતો.

(3:29 pm IST)