ગુજરાત
News of Monday, 2nd November 2020

સુરતના કતારગામમાં એપાર્ટમેન્ટમાં પોલીસે છાપો મારી જુગાર રમતા વેપારી સહિત રત્નકલાકારોને ઝડપી 3 લાખથી વધુની રકમ જપ્ત કરી

સુરત: શહેરના કતારગામ પોલીસે શ્રી રંગદર્શન સોસાયટી પંચરત્ન એપાર્ટમેન્ટના એક ફ્લેટમાં છાપો મારી ત્યાં જુગાર રમતા હીરા વેપારી, રત્નકલાકારો સહિત 8 ને ઝડપી પાડી રોકડા રૂ.24,500 અને 6 મોબાઈલ ફોન મળી કુલ રૂ.67,500 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ પોલીસે મળેલી બાતમીના આધારે ગતરાત્રે કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે શ્રી રંગદર્શન સોસાયટી પંચરત્ન એપાર્ટમેન્ટના બીજા માળે ફલેટ નં.206 માં રહેતા રત્નકલાકાર ભરત ધીરૂભાઈ તરસરીયા ( ઉ.વ.26 ) ના ઘરે છાપો માર્યો હતો. પોલીસે ત્યાં ફ્લેટમાં જુગાર રમતા ભરત ઉપરાંત રત્નકલાકાર પ્રવિણ બાબુભાઇ રાવળ ( ઉ.વ.40,રહે. ઘર નં એ-89, શીવછાયા સોસાયટી, વેડરોડ,સુરત ), રત્નકલાકાર બાલકુષ્ણ ભીખાભાઇ પાંડવ ( ઉ.વ.24,રહે. બી-11, ભકિતનગર સોસાયટી, ઘનમોરા ચાર રસ્તા, કતારગામ, સુરત ), ખાનગી નોકરી કરતા જેમીન ધીરૂભાઇ તરસરીયા ( ઉ.વ.22, રહે. ફલેટ નં.206, પંચરત્ન એપાટમેન્ટ, રંગદર્શન સોસાયટી, ઘનમોરા ચાર રસ્તા, કતારગામ, સુરત ), ખાનગી નોકરી કરતા વિપુલ ગોરધનભાઈ વોરા ( ઉ.વ.22, રહે. ઘર નં.10, મગનનગર વિભાગ 1, કતારગામ, સુરત ), મજૂરીકામ કરતા મુકેશ લાલજીભાઇ વોરા ( ઉ.વ.27, રહે. ઘર નં.11, મગનનગર વિભાગ 1, કતારગામ, સુરત ), રત્નકલાકાર અલ્પેશ લક્ષ્મણભાઇ સોડાગર ( ઉ.વ.28, રહે. એ-1-બી, અવધુત નગર, કતારગામ, સુરત ) અને હીરા વેપારી હિરેન ભુપતભાઇ વોરા ( ઉ.વ.34, રહે. એ-91,યજ્ઞ ફલેટસ, ઘનમોરા ચાર રસ્તા, કતારગામ, સુરત ) ને ઝડપી લીધા હતા.

(4:58 pm IST)