ગુજરાત
News of Saturday, 2nd November 2019

સુરતના પાંડેસરામાં ત્રણ સંતાનની પરપ્રાંતીય માતાને મકાનમાલિકે પ્રેમસંબંધ રાખવા માટે અવારનવાર પરેશાન કરતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં રહેતી પરપ્રાંતીય ત્રણ સંતાનની માતાને છેલ્લા આઠેક વર્ષથી પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરી શારિરીક-માનસિક કનડગત કરનાર મકાના માલિકના ભત્રીજા વિરૃધ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે.

ઉત્તરપદેશના દેવરિયા જિલ્લાની આ પરિણીતાના પતિ છેલ્લા દસેક વર્ષથી દુબઇ રહીને નોકરી  પરિણીતા તેમની એક પુત્રી અને બે પુત્રો સાથે રહે છે ભાડાના મકાનમાં રહેતી આ પરિણીતાને મકાનમાલિકે પ્રેમસંબંધ બાંધવા માટે અવારનવાર પરેશાન કરતા પોલીસે  આ નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(5:27 pm IST)