ગુજરાત
News of Saturday, 2nd November 2019

મહેસાણા દૂધસાગર ડેરીએ નવા વર્ષમાં આપ્યો મોટો ઝટકો: દાણની બોરીમાં 100 રૂપિયાનો વધારો ઝીંક્યો

લીલા ઘાસની અછત વચ્ચે પશુપાલકોને પડ્યા પર પાટુ

મહેસાણા દૂધસાગર ડેરીએ નવા વર્ષમાં દૂધ ઉત્પાદકોને મોટો ઝટકો આપ્યો. લીલા દુકાળ સમયે દૂધ સાગર ડેરીએ સાગર દાણની બોરીમાં 100 રૂપિયાનો વધારો ઝીંક્યો.છે , સાગર દાણની બોરીનો ભાવ 1300 રૂપિયા હતો જે વધારીને 1400 રૂપિયા થયો છે

 . એક તરફ લીલું ઘાસ ન હોવાની પશુપાલકોની રાવ વચ્ચે ડેરી સત્તાધીશોએ પડતા પર પાટુ માર્યું. પશુપાલકોને દૂધના ભાવ સૌથી ઓછા અને સાગર દાણના સૌથી વધુ ભાવ ચૂકવવાનો વારો આવતાં પશુપાલકોમાં રોષ ફેલાયો છે

(12:24 pm IST)