ગુજરાત
News of Wednesday, 2nd October 2019

સુરતના રિંગ રોડ સ્થિત બે કાપડના વેપારી પાસેથી 34 લાખનું કાપડ ખરીદી મુંબઈ-બિહારના બે વેપારી પેમેન્ટ ન કરી રફુચક્કર

સુરત: શહેરના રીંગરોડ સ્થિત સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટ તેમજ અનુપમ ટેક્ષ્ટાઈલ માર્કેટના બે વેપારી પાસેથી મુંબઇ અને બિહારના બે વેપારીએ કુલ રૂ.34.05 લાખની સાડી અને એમ્બ્રોઇડરી વર્ક કરાવેલું કાપડ ખરીદી પેમેન્ટ કર્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ રાજસ્થાનના વતની અને સુરતમાં ડીંડોલી અંબિકા ટાઉનશિપ ઘર નં.ડી/1/402 માં રહેતા 29 વર્ષીય પ્રવિણભાઈ રાજેન્દ્રકુમાર શર્મા રીંગરોડ સ્થિત સુરત ટેક્ષ્ટાઈલ માર્કેટમાં શ્રી શ્યામ સારીઝના નામે સાડીનો વેપાર કરે છે.

(5:49 pm IST)