News of Tuesday, 2nd October 2018
હત્યાના ગુનામાં પેરોલ જમ્પ કરીને ભાગેલા વિજય પાસેથી બે પિસ્તોલ-8 કારતુસ મળ્યા
ચોરીની સ્કોર્પિયો કાર કબ્જે કરતી ક્રાઇમ બ્રાન્ચ
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એ 2 પિસ્તોલ અને 8 કારતૂસ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ આરોપી વિજય પરમાર મર્ડરના ગુનામાં સાબરમતી જેલમાં હતો. 5 દિવસમાં પેરોલ જમ્પ કરી આરોપી ફારાર થઈ ગયેલા છે.
ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા ખોખરા બ્રિજ પાસે થી તેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી બે પિસ્તોલ 8 કારતૂસ અને ચોરીની સ્કોર્પિયો કાર કબજે કરવામાં આવી છે. તો આરોપી વિજય અગાઉ પણ અનેક ગુનાઓમાં પોલીસના હાથે ઝાડપાયેલો છે
(11:51 pm IST)