ગુજરાત
News of Monday, 2nd September 2019

મહેસાણાના ધરોઇ ડેમમાં પાણીની વધતી આવક :જળસપાટી 606 ફૂટે પહોંચી

મહેસાણાના ધરોઈ ડેમમાં પાણીની આવક વધી છે. હાલ ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. હાલ ધરોઈ ડેમમાં 26 હજાર 321 કયુસેક પાણીની આવક થઈ રહી છે. ત્યારે હાલ ધરોઇ ડેમની જળસપાટી 606 ફૂટ નજીક પહોંચી છે. ધરોઇ ડેમની ભયજનક સપાટી 622 છે

(12:10 pm IST)