ગુજરાત
News of Monday, 2nd August 2021

કૉંગ્રેસ પક્ષે રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા : રાજ્ય સરકારની ઉજવણી સામે કૉંગ્રેસે વિરોધ કર્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલે કૉંગ્રેસના કાર્યકરોએ વિરોધ કર્યો : મહેસાણામાં કૉંગ્રેસ હોદ્દેદારોએ કર્યા પોસ્ટર સાથે સુત્રોચ્ચાર: ભરૂચમાં આરોગ્ય બચાવો અભિયાન હેઠળ વિરોધ પ્રર્દશન: અમરેલીમાં કૉંગ્રેસ કાર્યકરોએ રોડ પર સુઈ બાટલો ચડાવી માસ્ક પહેરી વિરોધ કર્યો : ગાંધીનગરમાં સંવેદના દિવસ સામે કોંગ્રેસસે અસંવેદના દિવસ તરીકે મનાવ્યો

અમદાવાદ : રાજ્યમાં આજે કૉંગ્રેસ પક્ષે રાજ્યમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કર્યા હતા. રાજ્ય સરકારની ઉજવણી સામે કૉંગ્રેસે વિરોધ કર્યો હતો. અમદાવાદ સિવિલ હોસ્પિટલે કૉંગ્રેસના કાર્યકરોએ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. બીજી તરફ મહેસાણામાં પણ કૉંગ્રેસ હોદ્દેદારોએ પોસ્ટર સાથે સુત્રોચ્ચાર કર્યા હતા. ભરૂચમાં આરોગ્ય બચાવો અભિયાન હેઠળ વિરોધ પ્રર્દશન કરવામાં આવ્યા હતા. જયારે અમરેલીમાં કૉંગ્રેસ કાર્યકરોએ રોડ પર સુઈ બાટલો ચડાવી માસ્ક પહેરી વિરોધ કર્યો હતો.
 ગાંધીનગરમાં સંવેદના દિવસ સામે કોંગ્રેસનું અસંવેદના દિવસ તરીકે મનાવ્યો. હતો બીજી તરફ રાજકોટમાં સિવિલ હોસ્પિટલ ખાતે કૉંગ્રેસના કાર્યકર્તાઓ વિરોધ કરે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી. અહીં કોંગ્રેસના કાર્યકર્તાઓ ઓક્સિજનના સિલિન્ડર સાથે વિરોધ કરવા માટે પહોંચ્યા હતા

(11:35 pm IST)