ગુજરાત
News of Monday, 2nd August 2021

રાજ્યમાં કોરોના કાબુમાં : કુલ 28 જિલ્લાઓ અને 4 મહાનગરોમાં એકપણ નવા કેસ નહીં

રાજ્યના ફક્ત 5 જિલ્લા અને 4 મનપામાં જ નવા કેસ નોંધાયા

અમદાવાદ : રાજ્યમાં આજે કુલ 28 જિલ્લા અને 4 મહાનગરમાં કોરોના વાયરસના શૂન્ય કેસ નોંધાયા છે. આમ શહેર હોય કે ગામ ગુજરાતમાં કોરોના કાબૂમાં છે. રાજયમાં કોરોના વાયરસની બીજી લહેર સમાપ્ત થઈ ગઈ છે જેના કારણે હવે 20-30ની વચ્ચે રોજ નવા કેસ નોંધાઈ રહ્યા છે
રાજ્યમાં 2 ઓગસ્ટના રોજ સૌથી વધુ વડોદરા શહેરમાં 8 કેસ નોંધાઈ રહ્યા છે જ્યારે સૌથી ઓછા 1 કેસ નોધાયા છે. આમ રાજ્યના ફક્ત 5 જિલ્લા અને 4 મનપામાં જ નવા કેસ નોંધાયા છે.

(8:32 pm IST)