ગુજરાત
News of Monday, 2nd August 2021

રાજ્યમાં મનપા, પાલિકા અને ખાલી પડેલ બેઠકની પેટાચૂંટણી ચોમાસાની ઋતુ પછી ચૂંટણીઓ યોજવા આયોગની વિચારણા

ગાંધીનગર મનપા, ઓખા, થરાની સામાન્ય ચૂંટણી,ભાણવડ પાલિકાની મધ્યસ્થ ચૂંટણી અને ખાલી પડેલ બેઠકોની યોજાશે ચૂંટણી

ગાંધીનગર : રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા, ઓખા તથા થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી, દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાણવડ નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી તથા રાજયમાં મહાનગરપાલિકા/નગરપાલિકા/જિલ્લા પંચાયત/તાલુકા પંચાયતોમાં પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણીઓ કોવિડ-૧૯ની પ્રતિકૂળ પરિસ્થિતિ, ચોમાસાના ૠતુ જન્ય રોગો તથા ભારે વરસાદની સંભાવના ધ્યાને લેતાં રાજ્ય ચૂંટણી આયોગે ચોમાસા પછી આ ચૂંટણીઓ યોજવા વિચારણા કરેલ છે

(7:44 pm IST)