ગુજરાત
News of Monday, 2nd August 2021

નીરવ પ્રકૃતિ ટ્રસ્ટના નેજા હેઠળ પ્રકૃતિપ્રેમીઓની મિટિંગ ચૂવાળ ડાંગરવા ખાતે યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :નીરવ પ્રકૃતિ ટ્રસ્ટના નેજા હેઠળ પ્રકૃતિપ્રેમીઓ ની એક મિટિંગ ચામુંડા ફાર્મ હાઉસ ચૂવાળ ડાંગરવા ખાતે યોજાઇ હતી. જેમાં રિટાયડૅ ડી એફ ઓ સી એન પટેલ,  મનુજી ઠાકોર,  ડો ડી સી પટેલ સરપંચ કનુજી ઠાકોર ડેપ્યુટી સરપંચ અશોકભાઈ પટેલ વકીલ  દક્ષેશ જોશી વકીલ  પદયુમન પટેલ પૂર્વ સરપંચ વિઠ્ઠલભાઈ પ્રજાપતિ  ચુનીલાલ પટેલ આનંદ ગરબા મંડળ ગુલાબસિંહ સોલંકી મહેશભાઈ પટેલ જશુજી ઠાકોર અજય સિંહ ઝાલા રાનતાઇ નયન પ્રજાપતિ નીતીશસિંહ સોલંકી રાજપુરા અમદાવાદ જિલ્લાના શ્રેષ્ઠ ખેડૂત એવોર્ડથી સન્માનિત મહિપતસિંહ ઝાલા બામરોલી સહિત અન્ય પ્રકૃતિપ્રેમીઓ હાજર રહ્યા હતા. દેત્રોજ તાલુકા ને હરિયાળો તાલુકો બનાવવો તાલુકામાં અને જિલ્લામાં વન વિભાગ સાથે સંકલન કરી શિબિરોનું આયોજન કરવું ખેડૂતોને બાગાયતી ખેતી આ અંગે માર્ગદર્શન મળી રહે તે દિશામાં કાર્ય કરવું વધુ વૃક્ષો વાવવા અને ઉછેરવા જેવી બાબતોની ચર્ચા વિચારણા થઇ આગામી સમયમાં પ્રકૃતિ સંબંધિત કાર્યની રૂપરેખા તૈયાર કરવામાં આવી હતી. તમામ પ્રકૃતિપ્રેમીઓનું મનુજી રાજાજી ઠાકોર પૂર્વ ચેરમેન  અમદાવાદ જિલ્લા પંચાયત એ ઉમળકાભેર સ્વાગત કર્યું અને છેલ્લે નીરવ પ્રકૃતિ ટ્રસ્ટના મીનેશ પટેલે એ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો(તસવીર - ચૈતન્ય સતિષપ્રસાદ ભટ્ટ (રામપુરા)

(7:15 pm IST)