ગુજરાત
News of Monday, 2nd August 2021

સંવેદના દિન અંતર્ગત વિરમગામ અને કરકથલ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

સેવાસેતુ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ લાભાર્થીઓને લાભ આપવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ હેઠળની પ્રવર્તમાન રાજ્ય સરકારનો પાંચ વર્ષનો યશસ્વી કાર્યકાળ પુર્ણ થવા નિમિત્તે ઓગસ્ટ માસની ૨ જી તારીખે સંવેદના દિનની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ. જે અંતર્ગત કરકથલ હાઇસ્કુલ અને વિરમગામ ટાઉનહોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. વિરમગામ ખાતે પુર્વ ધારાસભ્ય, નગરપાલીકા પ્રમુખ, ઉપપ્રમુખ સહિત પદાધીકારીઓ, ભાજપના હોદ્દેદારો, સરકારી અધિકારીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. કરકથલ ખાતે આયોજિત કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લા ભાજપ મહામંત્રી નવદીપસિંહ ડોડીયા, વિરમગામ તાલુકા ભાજપના પ્રમુખ / મહામંત્રી, જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય , કાર્યકર્તા, સરકારી અધિકારીઓ અને લાભાર્થીઓ હાજર રહ્યા હતા. સેવાસેતુ કાર્યક્રમમાં રેશનકાર્ડની સેવાઓ, આધારકાર્ડની સેવાઓ,  બેંકની સેવાઓ, વૃદ્ધ સહાયના ફોર્મ,  બેંકની સેવાઓ, GEBની સેવાઓ, પશુપાલનની સેવાઓ, આરોગ્યની સેવાઓ સહિતની વિવિધ સરકારી સેવાઓનો લાભ આપવામાં આવ્યો હતો.

(7:12 pm IST)