News of Monday, 2nd August 2021
ભરૂચ નજીક ચાવજ ગામે દારૂના કટિંગ સમયે પોલીસે દરોડા પાડતા બુટલેગર સહીત ત્રણ રફુચક્કર
ભરૃચ:ભરૃચ નજીક ચાવજ ગામ પાસેથી પોલીસે કુખ્યાત બૂટલેગર નયન કાયસ્થ ઉર્ફે બોબડાનો દારૃનો જથ્થો ઝડપી પાડયો હતો જ્યારે બૂટલેગર સહિત ત્રણ ફરાર થઇ જતા પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે.
ચાવજ ગામ ખાતે આવેલ આંનદ નિકેતન સ્કૂલ તરફ જતા કાચા રસ્તા ઉપર નયન ઉર્ફે બોબડો કિશોરભાઇ કાયસ્થ તેના મળતીયાઓ સાથે વિદેશી દારૃનું કટિંગ કરી રહ્યો છે તેવી બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા દારૃની રૃ.૧.૨૦ લાખ કિંમતની ૨૪૦ બોટલો મળી હતી. પોલીસે બે કાર સહિત કુલ રૃા.૧૬.૨૦ લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો.
પોલીસના આ દરોડા દરમિયાન બૂટલેગર નયન ઉર્ફે બોબડો કિશોરભાઇ કાયસ્થ હાથ લાગ્યો ન હતો પોલીસે નયન કાયસ્થ તેમજ તેના અન્ય બે સાગરિતોને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
(5:15 pm IST)