ગુજરાત
News of Monday, 2nd August 2021

તહેવારોની આલબેલ પોકારતો આવ્યો ઓગસ્ટ : દર બીજા-ત્રીજા દિવસે કોઈ મોટી તિથિ કે પર્વ

શરૂઆતના બંને સપ્તાહમાં સતત 6 દિવસ સુધી વ્રત : નાગપાંચમ, રક્ષાબંધન, સિંહ સંક્રાંતિ અને જન્માષ્ટમી જેવા મોટા તહેવાર લ જાણો કઈ તારીખે કયું પર્વ

અમદાવાદ :વર્ષના સૌથી વધારે તિથિ-તહેવાર આ મહિને આવશે. આ મહિનાની શરૂઆતના બંને સપ્તાહમાં સતત 6 દિવસ સુધી વ્રત અને પર્વ રહેશે. આ મહિને શ્રાવણના પવિત્ર સોમવાર આવશે. સાથે જ નાગપાંચમ, રક્ષાબંધન, સિંહ સંક્રાંતિ અને શ્રીકૃષ્ણ જન્માષ્ટમી જેવા મોટા તહેવાર પણ આવશે. આ મહિને લગભગ દર બીજા-ત્રીજા દિવસે કોઈ મોટો પર્વ, વ્રત-તહેવાર કે શુભ તિથિ રહેશે. શ્રાવણ મહિનાને રોગ, ક્લેશ અને વિકારને દૂર કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં કરવામાં આવતી શિવ આરાધનાનું ફળ વર્ષભર મળે છે.

તારીખ અને તિથિઓ

3 ઓગસ્ટ, મંગળવાર મંગળા ગૌરી વ્રત
4 ઓગસ્ટ, બુધવાર કામિકા એકાદશી
5 ઓગસ્ટ, ગુરુવાર પ્રદોષ વ્રત
6 ઓગસ્ટ, શુક્રવાર શિવ ચૌદશ વ્રત
8 ઓગસ્ટ, રવિવાર હરિયાળી અમાસ
9 ઓગસ્ટ, સોમવાર શ્રાવણનો પહેલો સોમવાર
10 ઓગસ્ટ, મંગળવાર મંંગળા ગૌરી વ્રત
11 ઓગસ્ટ, બુધવાર ઠકુરાની ત્રીજ
12 ઓગસ્ટ, ગુરુવાર વિનાયક ચોથ
13 ઓગસ્ટ, શુક્રવાર નાગપાંચમ
15 ઓગસ્ટ, રવિવાર તુલસીદાસ જયંતિ
16 ઓગસ્ટ, સોમવાર શ્રાવણનો બીજો સોમવાર
17 ઓગસ્ટ, મંગળવાર મંગળાા ગૌરી વ્રત, સિંહ સંક્રાંતિ
18 ઓગસ્ટ, બુધવાર પ્રવિત્રા એકાદશી
20 ઓગસ્ટ, શુક્રવાર પ્રદોષ વ્રત
21 ઓગસ્ટ, શનિવાર વ્રતની પૂનમ
22 ઓગસ્ટ, રવિવાર શ્રાવણ પૂર્ણિમા, રક્ષાબંધન
25 ઓગસ્ટ, બુધવાર ફુલકાજળી વ્રત, સંકટ ચોથ, બોળચોથ
27 ઓગસ્ટ, શુક્રવાર નાગપાંચમ
28 ઓગસ્ટ, શનિવાર રાંધણ છઠ્ઠ
30 ઓગસ્ટ, સોમવાર શ્રીકૃષ્ણ જન્મોત્સવ
31 ઓગસ્ટ, મંગળવાર નંદ મહોત્સવ

(2:05 pm IST)