ગુજરાત
News of Monday, 2nd August 2021

સળંગ ૧૬ વર્ષ સંગઠન મહામંત્રી રહેવાનો ભીખુભાઇનો વિક્રમ : રત્નાકર માટે હવે ચૂંટણીમાં જીત ટોપ પ્રાયોરીટી

ભીખુભાઇને ભુપેન્દ્ર યાદવના સ્થાને મહામંત્રી બનાવાશે ? મોટા રાજ્યનો હવાલો મળવાની સંભાવના

રાજકોટ,તા. ૨ : ભાજપના પ્રદેશ સંગઠન મહામંત્રી તરીકે સળંગ ૧૬ વર્ષ એક જ વ્યકિત (ભીખુભાઇ દલસાણિયા) રહ્યા હોય તેવું પ્રથમ વખત બન્યું છે. તેમને હવે રાષ્ટ્રીય કક્ષાએ અથવા અન્ય રાજ્યમાં મોટી જવાબદારી સોંપાઇ શકે છે. નવા મહામંત્રી રત્નાકર ગુજરાતમાં ૨૦૨૨માં ભાજપને ફરી જીતાડવાની નેમ સાથે આવી રહ્યા છે.

ભીખુભાઇ દલસાણીયાને યુપી જેવા રાજયની સંગઠનની મહત્વની જવાબદારી અપાશે. ભુપેન્દ્ર યાદવના સ્થાને રાષ્ટ્રીય મહામંત્રી પણ બની શકે છે. ગુજરાતમાં ૧૬ વર્ષ રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન મહામંત્રી રહેવાનો ભીખુભાઈનો વિક્રમ. નવા સંગઠન મહામંત્રી રત્નાક જી ટૂંક સમયમાં ગુજરાત આવી વ્યાપક પ્રવાસ સાથે ચૂંટણીની તૈયારી આદરશે. ૬ મહિના પછી ઉત્ત્।ર પ્રદેશ પંજાબ ઉત્ત્।રાખંડ ગોવા સહિતના પાંચ રાજયોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ભીખુભાઈની શકિતનો આ પૈકી કોઇ રાજયમાં ઉપયોગ થવાના ઉજળા સંજોગો છે .ગુજરાતમાં ૧૫ મહિના પછી વિધાનસભાની ચૂંટણી આવે છે તેને અનુલક્ષીને ભાજપે અત્યારથી જ સંગઠન મજબૂત બનાવવાની તૈયારી શરૂ કરી દીધી છે .નવા મહામંત્રી રત્નાકર જી યુપીમાં સંગઠનના અનુભવી છે તેઓ મૂળ યુપી ના વતની છે વર્તમાન સંજોગોમાં ગુજરાતમાં તેમની નિમણૂક ખૂબ મહત્વની ગણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજયમાં અન્ય ચાર મહામંત્રીઓ તરીકે પ્રદીપસિંહ વાઘેલા વિનોદ ચાવડા ભાર્ગવ ભટ્ટ અને રજની પટેલ કાર્યરત છે.

૧૯૭૩માં યુપીના દવેરયામાં જન્મેલા રત્નાકર આ નિયુકિત પહેલા બિહાર ભાજપના સહ -સંયઠન મંત્રી હતા. ૧૯૯૧માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ૧૯૯૫માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયા હતા. ૧૯૯૫ થી ૨૦૧૩ સુધી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવકમાં પ્રચારક તરીકે કામગીરી કરતા હતા. ૨૦૧૩માં તેમને યુપી ભાજપના સંગઠન મંત્રી તરીકે બુંદેલખંડની જવાબદારી સોંપવામાં આવી હતી. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં અને યુપી વિધાનસભાની ચૂંટણીમાં પણ રત્નાકારે ભાજપના તત્કાલિક અધ્યક્ષ અમિત શાહે વારાણસીની જવાબદારી સોંપી હતી. વારાણસી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો લોકસભા મતવિસ્તાર છે. તો ૨૦૧૯નસ લોકસભા ચૂંટણી પહેલા તેમને ગોરખપુર વિધાનસભા બેઠકની જવાબદારી સોંપવામાં આવી હતી. ૨૦૨૦માં બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા તેમને ત્યાં ભાજપના સંગઠન મંત્રીની જવાબદારી આપવામાં આવી હતી. રત્નાકરે યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ વિધાસનભા ચૂંટણીઓમાં ભાજપના સારા દેખાવમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. યુપીમાં સંઘ અને ભાજપને મજબુત કરવામાં મોટુ યોગદાન પણ આપ્યું છે.

(1:10 pm IST)