ગુજરાત
News of Monday, 2nd August 2021

સૂમસામ સડકો પર મધરાત્રીએ જોઈન્ટ સીપી દ્વારા જાતે સરપ્રાઈઝ ચેકીંગઃ રૂટિન કે આતંકવાદી ઈનપુટ?

સ્વાતંત્ર પર્વ અંતર્ગત અમદાવાદ પોલીસ એલર્ટ મોડમાં મુકાયું ભારે ધમધમાટ : લિમિટેડ સ્ટાફ સાથે અજય કુમાર ચોધરી દ્વારા તમને તમામ વાહનો અને ડેકીઓની ચકાસણીઃ ડ્રગ્સ સંદર્ભે પણ ચેકીંગ હોવાની ચર્ચા

રાજકોટ, તા.૨: ગુજરાતમાં ડ્રગ્સ ઘૂસણખોરી તથા સ્વાતંત્ર્ય પર્વ અંતર્ગત સાવચેતીના ભાગરૂપે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ સાથે પરામર્શ બાદ સરપ્રાઈઝ ચેકીંગ અમદાવાદની સૂમસામ હાઈ વે પર શરૂ કરવામાં આવેલ, આ કામગીરી અમદાવાદ જોઇન્ટ પોલીસ કમિશનર એડમીન અને હેડ કવાટર વિભાગ સંભાળતા અજય કુમાર ચૌધરી દ્વારા કરવામાં આવેલ.                         

 નવાઈની વાત એ છે કે અજય કુમાર ચૌધરી દ્વારા લિમિટેડ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ અને તમામ કારની ડેકિયોઓની તલાશી જાતે કરી હતી.                                          

અમદાવાદ જોઇન્ટ પોલીસ કમિશનર તરીકે લોકો અને પોલીસ સ્ટાફમા ભારે લોકપ્રિય બનેલ આ અધિકારી દ્વારા કોરના કાળમાં પણ ખૂબ જાગૃતિ દાખવી હતી. લોકો માફક પોલીસ ફોજ તથા તેના પરિવારની સુરક્ષા માટે તમામને વેકિસન મળે તેવો પ્રબંધ કરવા સાથે પોલીસ લાઈનમાં પણ દવાનો છંટકાવ કરવાની પહેલ જાતે કરી હતી.         

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા તાજેતરમાં જ પોલીસ સ્ટાફ અને પરિવાર માટે ૫૦ બેડની આધુનિક હોસ્પિટલનુ ખાત મુહુર્ત થયેલ,આ કાર્યમાં પણ અજય કુમાર ચોધરી સતત કાર્યરત રહેલ.

(1:08 pm IST)