ગુજરાત
News of Sunday, 2nd August 2020

૧,૨,૩ અને ૫ ઝોનમાં કામગીરી કરી ચુક્યા છે

શ્રી સંજય વાસ્તવ શહેરના નવા CP

અમદાવાદ,તા.૧ : શનિવારે મોડી રાત્રે અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે ૧૯૮૭ની બેચના સંજય શ્રીવાસ્તવ અમદાવાદ ઝોનમાં ૧,૨,૩ અને ૫માં ડીસીપી તરીકે કામગીરી કરી ચુક્યા છે. શ્રી વાસ્તવ તેમના સરળ સ્વભાવ માટે જાણીતા છે. રાજ્યના પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાએ ચાર્જ સંભાવ્યા બાદ  શનિવારે મોડી રાત્રે ૭૪ આઈપીએસ અને એસપીએસ ઓફિસરોની રાજ્યભરમાં આંતરિક બદલી કરવામાં આવી હતી. ૧૯૮૭ની બેંચના આઈપીએસ સંજય શ્રીવાસ્તવને અમદાવાદ પોલીસ કમિશ્નર તરીકે મુકવામાં આવ્યા છે. તેઓ મૂળ ઉત્તરપ્રદેશના વતની છે અને એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. અમદાવાદમાં ૧,૨,૩ અને ૫માં ડીસીપી તરીકે રહી ચુકેલ છે. શ્રીવાસ્તવને અમદાવાદની કામગીરીનો બહોળો અનુભવ છે. લો એન્ડ ઓર્ડરના એડિશનલ ડીજી ટેકનીકલ સર્વિસમાં પણ એડિશનલ ડીજી અને સીઆઈડી ક્રાઈમ અને રેલ્વેના વડા પણ રહી ચુક્યા છે. શ્રીવાસ્તવ જ્યારે સુરતના જોઈન્ટ કમિશ્નર હતા ત્યારે સેફ નામના પબ્લીક વેલફેર ફંડથી સીસીટીવી પોજેક્ટ લાવ્યા હતા.

(10:42 pm IST)