પ્રેમલગ્ન કર્યાના છઠ્ઠા દિવસે યુવક્ની હત્યા : બહેનની નજર સામે જ ભાઈને ચાકુના ઘા ઝીકી પતાવી દીધો
નાસ્તો લેવા નીકળેલ ભાઈ-બહેનને આંતરીને જૂની અદાવતમાં હુમલો કર્યો
અમદાવાદ: અમદાવાદના કૃષ્ણગરના વસંતનગરમાં રહેતાં યુવકની પ્રેમ લગ્ન કર્યાના છઠ્ઠા દિવસે ચાર શખ્શોએ ઘાતકી હત્યા કરી છે રાત્રે નાસ્તો લેવા નિકળેલા ભાઈ બહેનને આંતરી જૂની અદાવતમાં આરોપીઓએ હુમલો કર્યો હતોબહેનની નજર સામે જ ભાઈને ઉપરા છાપરી ચાકુના ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને લારીમાં નાંખી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યો હતો. સિવિલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસે હત્યાની કલમ ઉમેરી તજવીજ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
કૃષ્ણનગરના વસંતનગર ખાતે રહેતાં 26 વર્ષીય ધર્મેશ અશોક રંગારેએ 6 દિવસ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતાં. વિધીવત લગ્નની તારીખ નક્કી હોવાથી પરિવારજનો લગ્નની અને રક્ષાબંધનની તૈયારીઓમાં વ્યસ્ત હતા. શુક્રવારે રાત્રે ધર્મેશ અને તેની બહેન દક્ષા નાસ્તો લેવા માટે ઘરેથી નીકળ્યા હતા. તે સમયે રસ્તામાં વિજય કાંતિ ચુનારા, તેના ભાઈ ભરત અને તેમના સાગરીતોએ ધર્મેશ અને દક્ષા બંન્નેને આંતર્યા હતા.
વિજયના ભાઈ અને અન્ય સાગરીતે ધર્મેશને પકડી લીધો હતો. વિજય અને અજય ઝંડાવાળાએ પોતાની પાસેના ચાકુ કાઢી દક્ષાની નજર સામે જ તેના ભાઈ ધર્મેશને ચાકૂના અસંખ્ય ઘા મારી દીધા હતા.ધર્મેશને બચાવવા આવેલા કમલેશને પણ આરોપીઓએ તારા પણ આ જ હાલ કરીશું તેમ જણાવી સાઈડમાં રહેવા કહ્યું હતું.