ગુજરાત
News of Sunday, 2nd August 2020

નર્મદા જિલ્લામાં આજે RTPCR ટેસ્ટમાં વધુ ૦૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૪ દરદી સહિત કુલ ૦૭ પોઝિટિવ કેસ નોંધાયા

અત્યાર સુધીમાં RTPCR ટેસ્ટમાં ૨૯૩, એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૧ અને ટ્રુ નેટ ટેસ્ટમાં ૧૬ દરદીઓ સહિત પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૪૧૦ થઈ: કોવીડ હોસ્પિટલમાંથી ૦૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૦ દરદીઓ સહીત કુલ ૧૩ દરદીઓને રજા અપાઇ

(ભરત શાહ દ્વારા) રાજપીપલા : COVID-19 મહામારીને અનુલક્ષીને નર્મદા જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના એપીડેમીક મેડિકલ ઓફિસર ડૉ.આર.એસ. કશ્યપ તરફથી આજે તા. ૨ જી ઓગસ્ટ , ૨૦૨૦ ના રોજ સાંજે ૫:૦૦ કલાકે પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ આજે કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ ૦૩ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૦૪ દરદી સહિત કુલ ૦૭ પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ, જિલ્લામાં આજદિન સુધી RTPCR ટેસ્ટમાં ૨૯૩,એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં ૧૦૧ અને ટ્રુ નેટ (True nat) ટેસ્ટમાં ૧૬ દરદીઓ સહિત જિલ્લામા પોઝિટિવ દરદીઓની કુલ સંખ્યા ૪૧૦ નોંધાવા પામી છે.

રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી ૦૩ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૦ દરદીઓ સહીત કુલ ૧૩ દરદીઓને આજે રજા અપાતા, જિલ્લામા આજ દિન સુધી કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા ૧૮૦ દરદીઓ અને કોવીડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા ૧૩૪ દરદીઓ સહિત કુલ ૩૧૪ દરદીઓને રજા આપવામાં આવી છે. આમ, વડોદરા ખાતે ૮ દરદીઓ, અમદાવાદ ખાતે ૨ દરદીઅો અને હોમ આઇસોલેશનમા ૮ દરદીઓ ઉપરાંત રાજપીપલાની કોવિડ હોસ્પિટલ ખાતે આજની સ્થિતિએ હવે ૪૧ દરદીઓ, કોવીડ કેર સેન્ટર ખાતે ૩૭ દરદીઓ સહિત કુલ ૯૬ દરદીઓ સારવાર હેઠળ છે.આજે RTPCR ટેસ્ટમાં ૪૬ ,ટ્રુ નેટ (True nat) ટેસ્ટના ૭ અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટના ૭૦ સહિત કુલ ૧૨૩ ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે.

(6:54 pm IST)