ગુજરાત
News of Sunday, 2nd August 2020

વલસાડના વાઘલધરા પર્દેશ્વર્ મહાદેવ મંદિરની માટી અયોધ્યા મોકલાઈ

ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટરમાં આવેલ પર્દેશ્વર્ મહાદેવ મંદિરની પવિત્ર માટી અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટે મોકલવામાં આવી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ : પાંચ  ઓગસ્ટના દિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ નું ભવ્ય મંદિર નું ભૂમિ પૂજન થવાનું છે ત્યારે દેશભરના અનેક મંદિરો થી પવિત્ર માટી અયોધ્યા મોકલવામાં આવી રહી છે.વલસાડના વાઘલધરા સ્થિત ઇન્ટરનેશનલ સિદ્ધાશ્રમ શક્તિ સેન્ટર માં આવેલ પર્દેશ્વર્ મહાદેવ મંદિર ની પવિત્ર માટી પણ અયોધ્યા ખાતે રામ મંદિર નિર્માણ માટે મોકલવામાં આવી છે. માટી સાથે એક ચાંદીનો સિક્કો પણ વાપી નાં સમાજસેવી કિર્તીભાઇ જૈન દ્વારા મોકલવામાં આવ્યો છે. આજે સવારે સિદ્ધાશ્રમ ખાતે ડૉ. રાજ રાજેશ્વર ગુરુજીના માર્ગદર્શન હેઠળ સિદ્ધાશ્રમ નાં અનુયાયી સેવકો સાથે દક્ષિણ ગુજરાત ના જાણીતા કથાકાર નરેશભાઈ રામાનંદી સાથે વાપીના સમાજસેવી કિર્તીભાઇ જૈન તેમજ હિન્દુ યુવા વાહિની વલસાડ નાં જિલ્લા અધ્યક્ષ આયુષ પટેલ,જિલ્લા પ્રચારક અરવિંદ યાદવ,વિશ્વ હિન્દુ પરિષદ નવસારીના સંગઠન મંત્રી ભવનભાઇ ભંડારી નાં હસ્તે પવિત્ર માટીને કળશ માં ભરી અયોધ્યા શ્રી રામજન્મ ભૂમિ તીર્થ સ્થળ પર મોકલવામાં આવી.

(6:30 pm IST)