ગુજરાત
News of Sunday, 2nd August 2020

રાખડીના વેપારમાં કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય તેમ રાજપીપળાના રાખડી બજારમાં મંદીનું મોજું

આ વર્ષે રાખડીના વેપાર માં ઘરાકી ઓછી નિકળતા વેપારીઓને મુદ્દલ પણ વસુલ થાય તેમ લાગતું નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સમગ્ર દેશ જ્યારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે ત્યારે લોકડાઉન દરમિયાન લોકો આર્થિક મુશ્કેલી માં મુકાયા હતા આંશિક છૂટછાટ મળી પરંતુ હજુ વેપારીઓની આર્થિક સ્થિતિ માં સુધારો જણાતો નથી હાલ રક્ષાબંધન જેવા મોટા તહેવારને ફક્ત એકજ દિવસ બાકી છે ત્યારે રાજપીપળા ના બજારો માં રાખડી ના વેપાર માં મંદી જણાઈ આવે છે ઘરાકી ન નીકળતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે ઉપરાંત કોરોના સંક્રમણ ના કારણે રાજપીપળાના કેટલાક વિસ્તારો રેડઝોન જાહેર કરી સીલ કરાયા છે જેમાં એક પણ કેસ ન હોવા છતાં મુખ્ય બજાર એવું માર્કેટ રોડ ને પણ તંત્ર દ્વારા સીલ કરતા વેપારીઓ ની હાલત કફોડી બની છે.

  રાખડીનો વેપાર કરતા વેપારીઓના જણાવ્યા મુજબ રાજપીપળા માં માર્કેટ રોડ સીલ કરાયો છે ત્યારે અન્ય જગ્યાઓ ઉપર નાના પાયે રાખડીનો વેપાર કરીએ છે પણ મંદી નો માહોલ છે ઘરાકી નથી ઉપરાંત વેપાર માં નુકશાની જવાનું અને મુદ્દલ રકમ પણ નહિ નીકળે તેવું વેપારીઓ દ્વારા જાણવા મળી રહ્યું છે.

 

(5:29 pm IST)