ગુજરાત
News of Sunday, 2nd August 2020

તિલકવાડા અને LCB પોલીસે જુગારધામો પર રેડ કરી લાખોના મુદ્દામાલ સાથે ૧૭ જુગારીયાઓને ઝડપી લીધા

તિલકવાડાના ચુડેશ્વર ખાતે થી ૧૦ અને રાજપીપળા નિઝામશાહ દરગાહ પાસે એક લકઝરી બસ માં જુગાર રમતા ૭ ને ઝડપી પાડી કુલ-૧૭ વિરુદ્ધ ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ વડા હિમકરસિંહએ જિલ્લામાં દારૂ જુગાર ની બદી દૂર કરવા કડક સૂચના આપી હોય પોલીસ ટિમો બાતમી મળતા જ રોજે રોજ રેડ કરી દારૂ જુગાર પર લાલ આંખ કરે છે ત્યારે ગતરોજ પણ તિલકવાડા ના ચુડેશ્વર અને રાજપીપળામાં જુગાર રમતા ૧૭ વ્યક્તિઓને લાખોના મુદ્દામાલ સાથે દબોચી લીધા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડાના ચુડેશ્વર ગામમાં નરેશભાઇ કાન્તીભાઇ તડવીના ઘર આગળ સ્ટ્રીટ લાઇટના અજવાળા નીચે ૧૦ વ્યક્તિઓ ગે.કા પત્તા પાનાનો હારજીતનો જુગાર રમતા અંગ ઝડતીના રોકડા રૂ . ૮૪૦૦ તથા દાવ ઉપરના રોકડા રૂ .૫૪૩૦ મળી કુલ્લે રોકડા રૂ .૧૩૮૩૦  તથા મોબાઇલ ફોન નંગ -૬ કિ.રૂ .૫૧,૦૦૦ મળી કુલ્લે રૂ .૬૪.૮૩0  ના મુદ્દામાલ સાથે પોલીસ રેડ દરમ્યાન પકડાય જઇ તેમજ અને કૂલમાં કોરોના વાઇરસ ( કોવીડ -૧૯ ) મહામારી ચાલતી હોઇ તેમ છતા કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઇ તેવી રીતે બેદરકારી ભર્યું કૃત્ય કરી પકડાય જતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.પકડાયેલા જુગારીયાઓ માં ( ૧ )ખલીલહુસેન યાકુબખાન ધોરી( ૨ )મકબુલ હનીફ સાહેબ રાઠોડ( 3 )ફીરોજખાન હમીદખાન ધોરી( ૪ ) અલતાફખાન હમીદખા ધોરી( ૫ ) વિજયભાઇ મથુરભાઇ વસાવા( ૬ ) ભાવેશભાઇ અશોકભાઇ તડવી( ૭ )અસર ફખા રસુલખા ઘોરી( ૮ )અનીલ ભયલાલભાઇ તડવી ( ૯ )સોમાભાઇ બાવાભાઇ વસાવા( ૧૦ )બચુભાઇ રામાભાઇ તડવીતમામ રહે.ચુડેશ્વર તા.તિલકવાડા નો સમાવેશ થાય છે.

  જ્યારે બીજા બનાવ માં LCB પોલીસે નિઝામશાહ દરગાહ પાસે ઉભેલી એક લકઝરી બસ માં જુગાર રમતા જુગારીયાઓ પર છાપો મારી ( ૧ ) ઇમરાન નિયાઝખાન પઠાણ( ૨ )આશીફ કાલુ પઠાણ ( 3 ) વજાખાન ફિરોઝ ખાન પઠાણ ( ૪ ) ફારૂક રફીક રાઠોડ ( ૫ )કીરીટ મગન લાલ પંચાલ ( ૬ )  તનવીર મુસ્તાક પઠાણ ( ૭ ) અયુબ ઇસ્માઇલ પઠાણ તમામ રહે . નિઝામશાહ દરગાહ પાસે રાજપીપળા ને ઝડપી પાડી અંગ ઝડતીમાંથી રોકડા રૂ .૫૬૩૦તથા દાવ ઉપરના રૂ .૨૪૦ મળી કુલ્લે રોકડા રૂ .૫,૮૭૦ તેમજ મોબાઇલ ફોન નંગ-૫ કિ.રૂ ૫૦,૦૦૦ મળી કૂલ કિ.રૂ .૫૫,૮૭૦ના જુગારના મુદ્દામાલ સાથે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરી હતી.

(5:27 pm IST)