ગુજરાત
News of Sunday, 2nd August 2020

વિરમગામ શહેરની લક્ષ્મી બાગ સોસાયટી ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયુ

 (વંદના નીલકંઠ વાસુકિયા દ્વારા) વિરમગામ :  ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના જન્મ દિવસની અમદાવાદ જિલ્લા સહિત રાજ્યભરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરની લક્ષ્મીબાગ સોસાયટી ખાતે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ બ્લડ ડોનેશન કેમ્પમાં ૩૬ રક્તદાતાઓએ સ્વૈચ્છીક રક્તદાન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં વિરમગામ નગરપાલીકાના કાઉન્સીલર દિપાબેન ઠક્કર, મિલન ઠક્કર, મહેશ પરમાર સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(5:07 pm IST)